________________
ધારા છત્રીશમી લેશ્યા
किव्हा नीला य काऊ य, तेउ पम्हा तहेव य । सुक्कलेसा य छट्टा य, नामाई तु जहकमं ।। १ ।।
[ ઉત્ત॰ અ॰ ૩૪, ગા॰ ૩ ]
છ લેયાઓનાં નામ અનુક્રમે આ પ્રમાણે જાણવાં: કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપાતલેશ્યા, તેોલેશ્યા, પદ્મલેશ્યા અને શુકલલેશ્યા.
વિ- શ્રી હરિભદ્રસૂરિએ આવસ્યકટીકામાં કહ્યું છે કેकृष्णादिद्रव्यसाचिव्यात्परिणामोऽयमात्मनः । स्फटिकस्येव तत्राऽयं लेश्याशब्दः प्रवर्तते ॥
આત્માનું સહેજ રૂપ સ્ફટિક સમાન નિળ છે. પરંતુ કૃષ્ણ આદિ ર'ગવાળા પુગલિવશેષથી તેના જે પરિણામ થાય છે, તેને લેસ્યા કહેવામાં આવે છે. ’
(
તાત્પર્ય કે એક પ્રકારના દ્રવ્યસમૂહને લીધે આત્માના જે વિશિષ્ટ પરિણામ કે અધ્યવસાય થાય છે, તેને લેસ્યા સમજવાની છે. આ લેશ્યાઆમાં તરતમ ભાવ હાય છે, એટલે તેના કૃષ્ણાદિ છ પ્રકારો માનવામાં આવ્યા છે. તે અગે જૈન શાસ્ત્રોમાં જ ભૂવૃક્ષ અને છ પુરુષાનું ઉદાહરણ પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે
જ વૃક્ષ અને છ પુરુષા
છ મુસાફા એક જ શ્રૃવૃક્ષ નીચે આવ્યા. તેમાંના