________________
૩૨૮
[ શ્રી વીર-વચનામૃત
કહીએ છીએ.
अलोलुयं मुहाजीविं, अणगारं अकिंचणं । असंसत्तं गिहत्थेसु, तं वयं बूम माहणं ॥ ८ ॥
[ ઉત્તઅ૦ ૨૫, ગા૦ ૨૭ ] જે લુપતારહિત, ભિક્ષાજવી, અણગાર (ગૃહ વિનાને-ગૃહને સ્વેચ્છાએ ત્યાગ કરનાર) અને અકિંચન હોય તથા ગૃહસ્થ સાથેના સંબંધમાં આસક્તિ રાખનાર ન હોય, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
जहित्ता पुव्वसंजोगं, नाइसंगे य बन्धवे । जो न सज्जइ भोगेसु, तं वयं बूम माहणं ॥ ९ ॥
[ ઉત્ત. અ૦ ૨૫, ગા૨૮ ] જે જ્ઞાતિજને તથા બંધુવર્ગની સાથે પૂર્વ સંબંધ છેડ્યા પછી ભેગમાં આસક્ત ન થાય, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. पसुबंधा सव्व वेया य, जटुं च पावकम्मुणा । न तं तायंति दुस्सीलं, कम्माणि बलवंति हि ॥ १० ॥
[ ઉત્ત૦ અ ૨૫, ગા. ૨૯ ]. સર્વ વેદ પશુનાં બંધનની આજ્ઞા કરે છે અને યજ્ઞ પાપકર્મને હેતુ છે. એટલે તે વેદે કે તે યજ્ઞ (અને યજ્ઞ કરનારા આચાર્ય વગેરે) દુરાચારીને તારી શકતા નથી; કારણ કે કર્મો પિતાનું ફળ આપવામાં ઘણું બળવાન હેય છે.