________________
ધારા એકત્રીશમી બ્રાહ્મણ કોને કહેવો?
जो न सज्जइ आगन्तुं, पव्वयन्तो न सोयई । रमइ अज्जवयणम्मि, तं वयं बूम माहणं ॥ १ ॥
[ ઉત્ત, અ૦ ૨૫, ગા. ૨૦] જે મનુષ્યભવમાં આવીને સ્વજનાદિમાં આસક્ત થતું નથી અને તેમનાથી દૂર થવામાં શૌચ કરતો નથી, તેમ જ આર્યવચનમાં રમણ કરે છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
जायरूवं जहामढे, निद्धन्तमल-पावगं । સા--મચા, તં ચં ગૂમ મf I ૨
[ ઉત્તઅ. ૨૫, ગા. ૨૧ ] જે અગ્નિમાં નાખીને ધમેલા સોના જે શુદ્ધ છે, રાગ, દ્વેષ અને ભયથી રહિત છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. तसपाणे वियाणित्ता, संगहेण य थावरे । जो न हिंसइ तिविहेणं, तं वयं वूम माहणं ।। ३ ॥
[ઉત્ત, અ૦ ૨૫, ગા. ૨૨ ] જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓને સંક્ષેપ (અને વિસ્તાર) થી જાણીને તેની મન-વચન-કાયાથી હિંસા કરતે નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.