________________
૩૧૪
[ શ્રી વીર–વચનામૃત
થાય છે; અને લાભથી જીવને આ લેાક તેમ જ પરલેાકમાં
ભય ઊભા થાય છે.
जे कोहेण होइ जगट्ठभासी, विओसियं जे उ
उदीरएज्जा ।
अविओसिए धासति पावकम्मी ॥ ६ ॥
[ સુ. બ્રુ. ૧, અ૦ ૧૩, ગા॰ ૫ ]
अंधे व से दंड पहं गहाय,
જે ક્રોધમાં આવીને જેવું હાય તેવું તડ ને ફડ કરી કે છે તથા ઠંડા પડી ગયેલા કલહ-કંકાસને ઉત્તેજિત કરે છે, તે અનુપશાંત દ્રવાળા પાપકમી, ટુંકા માર્ગ ગ્રહણ કરીને ચાલતા આંધળાની જેમ પીડા પામે છે.
વિ॰ કોઈ અંધ પુરુષ જલ્દી જવાની ધૂનમાં ટુક પણ વિષમ માર્ગ ગ્રહણ કરે તે રસ્તામાં કાંટા તથા શિકારી પશુઓ વડે પીડા પામે છે, તેમ ક્રોધાદિ કરનાર પુરુષા પાપકારી ક્રિયાનાં ફળરૂપે વિવિધ પ્રકારની પીડા પામે છે.
जे परिभवई परं जणं,
संसारे परिवत्तइ महं ।
अदु इंखिणिया उ पाविया,
इति संखाय मुणी ण मज्जई ॥ ७ ॥ [સ્॰ શ્રુ॰ ૧, અ૦ ૨, ૩૦ ૨, ગા॰ ૨] જે અભિમાનના આવેશમાં આવી જઈ બીજાની