________________
૩૦૭
વિષય ] रागस्स हेउं समणुन्नमाहु,
दोसस्स हे अमणुन्नमाहु ॥ २१ ॥
[ ઉત્ત- અ. ૩૨, ગા૦ ૮૮ ] મન ભાવને ગ્રહણ કરે છે અને ભાવ મનને ગ્રાહ્યા છે. મનેશ ભાવ રાગનું કારણ છે અને અમનેશ ભાવ દ્વેષનું કારણ છે.
ભાવ (વિચાર) ને ગ્રહણ કરનાર મન કહેવાય છે. મનને ગ્રાહ્ય વિષય ભાવ છે. મનેz (પ્રિય) ભાવ રાગનું કારણ બને છે અને અમનેઝ (અપ્રિય) ભાવ દ્વેષનું કારણ બને છે. भावेसु जो गिद्धि मुवेइ तिव्वं,
अकालियं पावइ से विणासं । रागाउरे कामगुणेसु गिद्धे,
રેણુમાવજી જે વા | ૨૨ છે
[ ઉત્તઅા ૩૨, ગા. ૮૯ ] જેમ રાગાતુર અને કામમાં વૃદ્ધ હાથી, હાથિણીને જોઈ માર્ગભ્રષ્ટ થાય છે અને નાશ પામે છે, તેમ જે મનુષ્ય ભાવમાં તીવ્ર આસક્તિ રાખે છે, તે (ઉન્માર્ગે દેરાઈ) અકાલે વિનાશ પામે છે. एविन्दियत्था य मणस्स अत्था,
दुक्खस्स हेऊ मणुयस्स रागिणो । ते चेव थोवं पि कयाइ दुक्खं,
न वीयरागस्स करेन्ति किंचि ॥ २३ ॥
[ ઉત્તવ અ૦ ૩૨, ગા. ૧૦૦ ]