________________
ધારા સત્તાવીશમી
પ્રમાદ
पमायं कम्ममाहंसु, अप्पमायं तहाऽवरं । तभावादेसओ वावि, बालं पंडियमेव वा ॥ १ ॥
[ સૂઝ બુ. ૧, અ૦ ૮, ગા૩ ] તીર્થકરાદિ મહાપુરુષોએ પ્રમાદને કપાદાનનું કારણ કહ્યો છે અને અપ્રમાદને કર્મક્ષયનું કારણ કહ્યો છે. આ કર્મોપદાન અને કર્મક્ષયની અપેક્ષાએ જ મનુષ્યને બાલ અને પંડિત કહેવામાં આવે છે. તાત્પર્ય કે જે પ્રમાદવશ થઈ કર્મોપદાન કરે છે, તે બાલ છે–અજ્ઞાની છે અને જે અપ્રમત્ત બની કમને ક્ષય કરે છે, તે પંડિત છે-જ્ઞાની છે.
વિ. ધર્મારાધનમાં આળસ અને વિષય-કષાયમાં પ્રવૃત્તિ એને સામાન્ય રીતે પ્રમાદ કહેવામાં આવે છે. આ પ્રકારના પ્રમાદનું સેવન કરતાં કર્મનું ઉપાદાન થાય છે, અર્થાત આત્માને કર્મનું બંધન થાય છે અને તેથી આત્મા ભારે બને છે. જ્યારે અપ્રમત્ત બનતાં અર્થાત્ સદનુષ્ઠાનનું સેવન કરતાં કમનો ક્ષય થાય છે અને આત્મા હળ બને છે. આ કારણથી સુજ્ઞ પુરુષે પ્રમાદને ત્યાગ કરે ઘટે છે.
इमं च मे अत्थि इमं च नत्थि,
इमं च मे किच्चमिमं अकिच्चं ।