________________
૨૬૬
[ શ્રી વીર-વચનામૃત આચાર્યને ઉપઘાત કરે નહિ, અર્થાત તેમને માનભંગ કરે નહિ, તેમજ તેમનાં છિદ્રો જુએ નહિ.
आयरियं कुवियं णच्चा, पत्तिएण पसायए । विज्झवेज्ज पंजलीउडो, वइज्ज ण पुणुत्ति य ।। ४५ ।।
[ ઉત્તઅ ૧, ગા. ૪૧ ] વિનીત શિષ્ય આચાર્યને કુપિત જાણીને પ્રતીતિકારક વચનેથી પ્રસન્ન કરે અને હાથ જોડીને એમ કહે કે “હવે ફરીથી આ અપરાધ કદી નહિ કરું.”
जे य चंडे मिए थद्धे, दुव्बाई नियडी सढे । वुझइ से अविणीयप्पा, कटु सोयगयं जहा ।। ४६ ॥
[ દશ૦ અ૯, ઉ૦ ૨, ગા૦ ૩ ] જે આત્મા કોધી, અજ્ઞાની, અહંકારી, સદા કડવું બોલનારે, માયાવી અને ધૂર્ત હોય છે, તેને અવિનીત સમજવો જોઈએ. તે પાણીના પ્રવાહમાં પડેલા કાષ્ટની જેમ આ સંસારપ્રવાહમાં તણાઈ જાય છે. स देवगंधव्वमणुस्सपूइए, चइत्तु देहं मलपंकपुव्वयं । सिद्धे वा हवइ सासए, देवे वा अप्परए महिड्ढिए ।।४७॥
[ ઉત્તર અ. ૧, ગા. ૪૮ ] દેવ, ગાંધર્વ અને મનુષ્યથી પૂજિત તે વિનીત. શિષ્ય મલ-મૂત્રથી ભરેલા આ શરીરને છેડીને સિદ્ધ અને શાશ્વત થાય છે, અથવા મહાન ઋદ્ધિશાલી દેવ થાય છે.