________________
-૨૭૦
[ શ્રી વીર-વચનામૃત
सो वि अंतरभासिल्लो, दासमेव पकुव्वई । आयरियाणं तु वयणं, पडिकूलेइऽभिक्खणं ।। १० ॥ - તે કુશિષ્ય વચ્ચે બેલી ઊઠે છે, ગુરુ કે અન્ય સાધુઓ પર દોષારોપણ કરે છે અને આચાર્યના વચનથી વારંવાર વિરુદ્ધ વર્તન કરે છે.
न सा ममं वियाणाई, न य सा मज्झ दाहिई । निग्गया होहिई मन्ने, साहू अन्नोऽत्थ वच्चउ ॥ ११ ॥
(ભિક્ષાર્થે જવાનું કહેતા કુશિષ્ય કહે છે) તે શ્રાવિકા મને ઓળખતી નથી, તે મને આહાર આપશે નહિ, તે ઘરે પણ હશે નહિ, એમ માનું છું, તમે બીજા સાધુને મળે. पेसिया पलिउंचंति, ते परियति समंतओ । रायवेढेि व मन्नंता, करिति भिउडि मुहे ।। १२ ॥
કુશિષ્ય જે કામે મેકલ્યા હોય તે કરતા નથી અને આવીને ભળતેજ જવાબ આપે છે, અહીં તહીં ફર્યા કરે છે (પણ ગુરુ પાસે બોલતા નથી), કદાચ કામ કરે તે રાજાની વેઠ જેવું માનીને કરે છે અને કંટાળે લાવીને મુખ પર ભૂકુટિ ચડાવે છે, અર્થાત્ મોઢું બગાડે છે. वाइया संगहिया चेव, भत्तपाणे य पोसिया । जायपक्खा जहा हंसा, पक्कमति दिसो दिसि ॥ १३ ॥ अह सारही व चिंतेइ, खर्केहि समागओ । मन्झ दुट्ठसोसेहि, अप्पा मे अवसीयई ॥ १४ ॥
આવા પ્રસંગે ધર્મરથના સારથિરૂપ આચાર્ય