________________
૨૭૧
કુશિષ્ય ] વિચારે છે કે મેં આમને શાસ્ત્રો ભણાવ્યાં, મારી પાસે રાખ્યા, આહારપાણીથી પિષ્યા, પણ હસીને પાંખ આવતાં જેમ તે જુદી જુદી દિશામાં ઉડી જાય છે, તેમ આ બધા પિતાપિતાની ઈચ્છા પ્રમાણે વર્તનારા થઈ ગયા છે. મારે
આ દુષ્ટ શિષ્યોથી શું પ્રયે જન? નાહક મારો આત્મા ખેદ પામે છે.
जारिसा मम सीसाओ, तारिसा गलिगद्दहा । गलिगदहे चइत्ता णं, दढं पगिण्हई तवं । १५ ॥
[ ઉત્તર અ. ૨૭, ગા. ૨ થી ૧૬ ] જેવા આળસુ-અડિયલ ગધેડા હોય છે, તેવા મારા શિષ્ય છે. આ આળસુ અડિયલ ગધેડા જેવા શિષ્યોને છેડી હું ઉગ્ર તપનું આચરણ કરું. તાત્પર્ય કે મેક્ષાભિલાષી આચાર્યે કુશિષ્યને ત્યાગ કરી પોતાનું કલ્યાણ સાધી લેવું ઉચિત છે. रमए पंडिए सासं, हयं भदं व वाहए । बालं सम्मइ सासंतो, गलियस्सं व वाहए ॥ १६ ॥
! [ ઉત્તઃ અ૧, ગા. ૩૭ ] ભદ્ર ઘેડા પર સવારી કરનારે ચાબુકસવાર જે રીતે આનંદ પામે છે, તે રીતે પંડિતેનું શાસન કરનાર આચાર્ય આનંદ પામે છે. જેમ અડિયલ ઘોડાને ચાબુકસવાર કષ્ટ પામે છે, તેમ મૂર્ખ શિષ્યનું અનુશાસન કરનાર ગુરુ કષ્ટ પામે છે.