________________
સંયમની આરાધના ]
૨૪૫
ઘણું મનુષ્ય અનુસ્રોતગામી (વિષયના પ્રવાહમાં વહેનારા) હોય છે. પણ તેનું લક્ષ્ય કિનારે પહોંચવાનું છે, તે પ્રતિસ્ત્રોતગામી (વિષયપ્રવાહની સામે જનારાસંયમાદિ અનુષ્ઠાન કરનારા) હોય છે. જે સંસારસમુદ્રને પાર કરવા ઈચ્છે છે, તેણે તે પ્રતિસ્ત્રોતમાં (વિષયપરાક્ર મુખતામાં) જ આત્માને સ્થિર કરે જોઈએ.
अणुसोयसुहो लोओ,
पडिसोओ आसवो सुविहिआणं । अणुसोअ संसारो, पडिसोओ तस्स उत्तारो ॥ ८ ॥
[ દ. ચૂ. ૨, ગા. ૩ ] સામાન્ય લેકે વિષયના પ્રવાહમાં વહેનારા અને તેમાં સુખ માનનારા છે, જ્યારે સાધુપુરુષને ઉદ્દેશ તે પ્રતિસ્ત્રોત જ હોય છે. એટલું બરાબર સમજે કે અનુસ્રોત એ સંસાર છે અને પ્રતિસ્ત્રોત એ તેમાંથી બહાર નીકળવાને ઉપાય છે.
सुसंवुडा पंचहिं संवरेहि
इह जीवियं अणवकंखमाणा । बोसटकाया सुइचत्तदेहा,
માર્ચ યર્ સિ
[ ઉત્તઅ ૧૨, ગા. ૪૨ ] જે પાંચ સંવરોથી સુસંવૃત છે, જે ઐહિક જીવનની