________________
શિર ર કિ.
ધારા વીસમી વિનય (ગુરુસેવા)
38
मूलाओ खंधप्पभवो दुमस्स,
खंधाउ पच्छा समुवेन्ति साहा । साह-प्पसाहा विरुहन्ति पत्ता,
त ओ सि पुष्पं च फलं रसो अ ॥१॥ एवं धम्मस्स विणओ,
मूलं परमो से मोक्खो । जेण कित्तिं सुयं सिग्धं,
निस्सेयं चाभिगच्छइ ॥२।।
[ દશ૦ અ ૯, ઉ૦ ૨, ગા. ૧-૨ ] વૃક્ષના મૂળમાંથી થડ ઊગે છે, થડમાંથી પછી જુદી જુદી શાખાઓ ઊગે છે, એ શાખાઓમાંથી બીજી નાની નાની પ્રશાખાઓ (ડાળો) ફૂટે છે, એ પ્રશાખાઓ ઉપર પાંદડાં ઊગે છે, પછી તેને પુષ્પ આવે છે, ફળ લાગે છે અને ત્યાર બાદ તે ફળમાં રસ જામે છે.
એ જ પ્રકારે ધર્મરૂ૫ વૃક્ષનું મૂળ વિનય છે અને અંતિમ પરિણામ મોક્ષ છે. વિનયથી જ મનુષ્ય કીર્તિ, શ્રુતજ્ઞાન અને મહાપુરુષોની પ્રશંસા પ્રાપ્ત કરે છે તથા મોક્ષમાં જાય છે.
जहा सूई ससुत्ता, पडिआ वि न विणस्सइ । तहा जोवे ससुत्ते, संसारे न विणस्सई ॥३॥
[ ઉત્ત, અ૦ ૨૯, ગા૦ ૫૯ ]