________________
વિનય (ગુરુસેવા) ]
૨૫૪. જેમ દેરો પરોવેલી સેય પડી જાય તે પણ ગુમ થતી નથી, તેમ (વિનય વડે) શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ કરનાર આત્મા ચાર ગતિરૂપ સંસારમાં રખડત નથી. सुस्सूसमाणो उवासेज्जा, सुप्पन्नं सुतवस्सियं ॥४॥
[ સુ. બુ. ૧, અ૦ ૯, ગા. ૩૩ ] મેક્ષાથી પુરુષે પ્રજ્ઞાવંત અને તપસ્વી એવા ગુરુની. શુશ્રુષા પૂર્વક ઉપાસના કરવી. जहा हि अग्गी जलणं नमसे,
नाणाहुईमंतपयाभिसित्तं । एवायरियं उवचिट्ठइज्जा, अणंतनाणोवगओ वि संतो ॥५॥
[ દશા અ. ૯, ઉ. ૧, ગા ૧૧ ] જેમ અગ્નિહોત્રી બ્રાહ્મણ ભિન્ન ભિન્ન પ્રકારના (ઘી, મધ ઈત્યાદિ) પદાર્થોની આહુતિઓ તથા વેદમંત્રે દ્વારા અભિષિક્ત હમાગ્નિને નમસ્કાર કરે છે, તેમ શિષ્ય અનંતજ્ઞાની હોય તે પણ તેણે આચાર્યની (ગુરુની) વિનયપૂર્વક સેવાભક્તિ કરવી.
जस्सन्तिए धम्मपयाई सिक्खे,
तस्सन्तिए वेणइयं पउंजे । सकारए सिरसा पंजलीओ, काय-गिरा भो! मणसा य निच्चं ॥६॥
[ દશ અ૦ ૯, ૧૦ ૧, ગા૦ ૧૨ ] શિષ્યનું એ કર્તવ્ય છે કે જે ગુરુની પાસેથી તેણે