________________
-૨૫૪
[ શ્રી વીર–વચનામૃત
.
ધ પદોની શિક્ષા મેળવી હોય અર્થાત્ ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યુ હોય, તેમને મનથી ખૂબ આદર કરે, વચનથી સત્કાર કરે અને કાયાથી બંને હાથ જોડીને મસ્તકે અડાડવાપૂર્વક પ્રણામ કરે. આ રીતે સદા મન, વચન અને કાયાથી તેમના વિનય કરે.
थंभा व कोहा व मयप्पमाया, गुरुसगासे विणयं न सखे । सो चेव उ तस्स अभूइभावो,
फलं व कीस वहाय होई ||७|| [ શ॰ અ॰ ૯, ૩૦ ૧, ગા॰ ૧ ]
જે શિષ્ય અભિમાનને લીધે, ક્રોધને લીધે અથવા મદ કે પ્રમાદને લીધે ગુરુની પાસે રહીને વિનય શીખતા નથી, અર્થાત્ તેમની સાથે વિનયથી વતા નથી, તેનું એ અવિનયી વન વાંસના ફળની જેમ વિનાશનું કારણ અને છે.
વિ॰ વાંસને ફળ આવે છે, ત્યારે વાંસ ચિરાઇ જાય છે, તેમ જે શિષ્ય ગુરુની સાથે અવિનયથી વર્તે છે, તેનુ સર્વ રીતે અધ:પતન થાય છે.
विणयं पि जो उवाएण, चोइओ कुपपई नरो ।
दिव्वं सो सिरिमिज्जन्ति, दण्डेण पडिसेहए ॥८॥
[ શ॰ અ॰ ૯, ૩૦ ૨, ગા॰ ૪ ] કોઈ ઉપકારી મહાપુરુષ સુંદર શિક્ષા આપીને વિનયમાર્ગ પર આવવાની પ્રેરણા કરે, ત્યારે જે મનુષ્ય તેમના