________________
૧૨
[ શ્રી વીર–વચનામૃત સંબંધી સર્વ શોભાને, મમત્વને ત્યાગ કર્યો, એમ સમજવાનું છે.
जया मुण्डे भवित्ताणं, पव्वयइ अणगारियं । તથા સંવરમુવિ, ધર્મ અને લઘુત્તર છે ? ||
[ દશ૦ આ૦ ૪, ગા. ૧૯ ] જ્યારે સાધક માથું મુંડાવીને અણગારધર્મમાં પ્રવજિત થાય છે, ત્યારે ઉત્કૃષ્ટ સંયમરૂપ ધર્મને સારી રીતે આચરી શકે છે.
जया संवरमुक्किट्ठ, धम्मं फासे अणुत्तरं । तया धुणइ कम्मरयं, अबाहिकलुसं कडं ॥१०॥
[ દશ૦ અ૦ ૪, ગા. ૨૦ ] જ્યારે સાધક ઉત્કૃષ્ટ સંયમરૂપ ધર્મને સારી રીતે આચરે છે, ત્યારે મિથ્યાત્વજનિત કલુષિત ભાવથી ઉત્પન્ન થયેલી કર્મરજને ખંખેરી નાખે છે.
जया धुणइ कम्मरयं, अबोहिकलुसं कडं । तया सव्वत्तगं नाणं, दसणं चाभिगच्छइ ॥ ११ ॥
[ દશ૦ અ ૪, ગા. ૨૧ ]. જ્યારે સાધક મિથ્યાત્વજનિત કલુષિત ભાવથી ઉત્પન્ન થયેલી કમરજને ખંખેરી નાખે છે, ત્યારે સર્વવ્યાપી જ્ઞાન (કેવળજ્ઞાન) અને સર્વવ્યાપી દર્શન (કેવલદર્શન)ને મેળવી શકે છે.
जया सव्वत्तगं नाणं, दसणं चाभिगच्छइ । तया लोगमलोग च, जिणो जाणइ केवली ॥ १२ ॥
[ દશ૦ અને ૪, ગા. ૨૨ ]