________________
સત્ય ]
૧૩૭
() ભાવ-સત્ય–જે વસ્તુમાં જે ભાવ પ્રધાનપણે દેખાતું હોય, તેને લક્ષ્યમાં લઈને તે વસ્તુનું પ્રતિપાદન કરવું, તે “ભાવ-સત્ય. જેમકે કેટલાક પદાર્થોમાં પાંચે રંગે ઓછા-વત્તા પ્રમાણમાં હોવા છતાં તે તે રંગની પ્રધાનતાને લઈને કાળે, લાલ, પીળે વગેરે કહેવાય છે. દષ્ટાંત તરીકે પિપટમાં અનેક રંગે હોવા છતાં, તેને લીલે કહેવાય છે, તે “ભાવ–સત્ય” છે.
(૯) ગ-સત્ય–ગ અર્થાત્ સંબંધથી કઈ વ્યક્તિ કે વસ્તુને તે નામથી ઓળખવી, તે “યોગ-સત્ય.” જેમ કે અધ્યાપકને અધ્યાપનકાલ સિવાય પણ અધ્યાપક કહેવામાં આવે છે.
(૧૦) ઉપમા-સત્ય–કોઈ એક જાતની સમાનતા હોય, તેના પરથી તે વસ્તુની બીજાની સાથે તુલના કરવી અને તેને તે નામથી ઓળખવી, તે “ઉપમા-સત્ય.” જેમકે “ચરણ-કમલ”, “મુખ-ચંદ્ર”, “વાણી-સુધા ” વગેરે.
कोहे माणे माया, लोभे पेज तहेव दोसे य । हासे भए अक्खाइय, उवघाए निस्सिया दसमा ॥ २३ ॥
[ પ્રતાપના સૂત્ર-ભાષાપદ ] ક્રોધ, માન, માયા, લેમ, રાગ, દ્વેષ, હાસ્ય તથા ભયભીત થઈ બોલવામાં આવતી ભાષા, કલ્પિત વ્યાખ્યા તથા દશમી ઉપઘાત (હિંસા)ને આશ્રયે જે ભાષા વાપરવામાં આવી હોય તે, અસત્ય ભાષા છે.