________________
- ૧૮૬
[ શ્રી વીર–વચનામૃત વિઉસિંગને અર્થ સામાન્ય રીતે કીડિયારૂં થાય છે, પણ અહીં ટીકાકારોએ તેને અર્થ સર્પ છત્રાદિ વનસ્પતિ કરેલ છે.
अठ्ठ सुहुमाइं पेहाए, जाई जाणित्त संजए । दयाहिगारी भूएसु, आस चिठ्ठ सएहि वा ॥ १२ ॥
દશ. અ. ૮, ગા. ૧૩ ] સંયમી મુનિ (હવે પછી વર્ણવેલા) આઠ પ્રકારના સૂક્ષમ ને જાણવાથી સર્વ જીવે પ્રતિદયાનો અધિકારી થાય છે. તે આ સર્વ જીવને સારી રીતે જોઈને બેસે, ઊભે રહે કે સૂએ.
कयाराई अठ्ठ सुंहुमाइं? जाइं पुच्छिज्ज संजए । इयाई ताई मेहावी, आइक्खिज्ज विअक्खणो। १३ ॥ सिणेहं पुप्फसुहुमं च, पाणुत्तिंगं तहेव य । पणगं बीयहरियं च, अंडसुहुमं च अट्ठमं ।। १४ ॥
[ દશ. અ૦ ૮, ગા૦ ૧૪-૧૫ ] તે આઠ સૂક્ષમ છે કયા? એમ જ્યારે સાધુ પૂછે, ત્યારે બુદ્ધિમાન અને વિચક્ષણ આચાર્ય તેનું આ પ્રમાણે વર્ણન કરેઃ (૧) સનેહસૂક્ષ્મ એટલે અપકાયને સૂક્ષ્મ જી. (૨) પુષ્પસૂમ એટલે પુપિમાં રહેલા સૂક્ષ્મ જી. (૩) પ્રાણીસૂક્ષ્મ એટલે કુંથું આદિ સૂક્ષમ જંતુઓ. (૪) પનકસૂક્ષ્મ એટલે વરસાદમાં લાકડા વગેરે પર બાઝતી પંચવણું લીલ-ફૂગ. (૫) ઉનિંગસૂક્ષ્મ એટલે કીડિયારું, ઉધઈના ઘર વગેરે. (૬) બીજ સૂક્ષ્મ એટલે