________________
- ૨૦૬
[ શ્રી વીર-વચનામૃત કક્યાં ચાલે છે? અને કેવી રીતે ચાલે છે? તેને ખ્યાલ રહે નહિ. વળી એ વખતે કેઈને ધર્મકથા કહેવાની ચાલુ હોય તે પણ ચાલવામાં પૂરતે ઉપગ રહે નહિ. આ કારણે આ બંને વસ્તુઓને નિષેધ ફરમાવેલ છે. कोहो माणे य मायाए, लोभे य उवउत्तया । हासे भए मोहरिए, विकहासु तहेव य ॥ ९ ॥ एयाइं अदु ठाणाई, परिवज्जितु संजए । असावज्जं मियं काले, भासं भासिज्ज पन्नवं ॥ १० ॥
ભાષાસમિતિને અર્થ એ છે કે પ્રજ્ઞાવાન મુનિ ક્રોધ, માન, માયા, લેમ, હાસ્ય, ભય, મુખરતા (વાચાળતા) અને વિકથા, આ આઠ સ્થાનને ત્યાગ કરી ગ્ય સમયે પરિમિત અને નિરવદ્ય વચન બોલે. गवेसणाए गहणे य, परिभोगेसणाय जा। आहारोवहिसेज्जाए, एए तिन्नि विसोहए ॥ ११ ॥
એષણસમિતિ ત્રણ પ્રકારની છે. ગષણ, ગ્રહણષણ, અને પરિભેગેષણ. આહાર, ઉપાધિ અને શય્યા મેળવતાં આ ત્રણેની શુદ્ધિ રાખવી. उग्गमुप्पायणं पढमे, बीए सोहेज्ज एसणं । परिभोयम्मि चउक्कं, विसोहेज जयं जई ॥ १२ ॥
યતનાવત સાધુ પ્રથમ એષણમાં ઉદ્ગમ-ઉત્પાદન દિષની શુદ્ધિ કરે, બીજી એષણામાં શક્તિાદિ દેની શુદ્ધિ કરે અને ત્રીજી પરિભેરૈષણામાં આહાર, વસ્ત્ર, પાત્ર અને શમ્યા એ ચારેની શુદ્ધિ કરે.