________________
૨૨૮
[ શ્રી વર-વચનામૃત ગોચરીથી પાછા ફર્યા પછી મુનિ વિનયપૂર્વક પોતાના સ્થાનમાં પ્રવેશ કરે અને ગુરુની પાસે આવી, ઈર્યાવહીને પાઠ બેલી, કાયોત્સર્ગ કરે.
आभोइत्ताण नीसेसं, अईयारं जहक्कम । गमणागमणे चेव, भत्तपाणे व संजए ॥४१॥ अज्जुप्पन्नो अणुविग्गो, अव्वविक्खत्तेण चेयसा । आलोए गुरुसगासे, जं जहा गहियं भव ॥४२॥
[ દશ. અ૦ ૫, ૬૦ ૧, ગા. ૮૯-૯૦ ] એ વખતે આવવા-જવામાં તથા આહારાદિ ગ્રહણ કરવામાં જે જે અતિચાર લાગ્યા હોય તે સર્વેને સાધુ યથાક્રમ યાદ કરે અને તે માટે હૃદયથી દિલગીર થાય.
પછી સરલચિત્ત અને અનુદ્વિગ્ન એ સાધુ આહારપાણું કેવી રીતે મળ્યા, તેનું અવ્યાક્ષિપ્ત ચિત્તે ગુરુની આગળ નિવેદન કરે.
न सम्ममालोइअं हुजा, पुट्विं पच्छा व जं कडं । पुणो पडिक्कमे तस्स, वोसट्ठो चिंतए इमं ॥४३॥ अहो जिणेहिं असावज्जा, वित्ती साहूण देसिया । मोक खसाहणहेउस्स, साहुदेहस्स धारणा ॥४४॥
[ દશ. અ૦ ૫, ઉ. ૧, ગા. ૯૧-૯૨ ]. ' પ્રથમ અથવા પછી કરેલા દોષની એ વખતે કદાચ બરાબર આલેચના ન થઈ હોય તે ફરી એનું પ્રતિકમણ કરે અને ત્યારે કાર્યોત્સર્ગ કરીને એમ ચિતવે કે “અહો!