________________
૨૨૫
સાધુધર્મ-ભિક્ષાચરી ] તેને ગ્રહણ ન કરે. તે ખાઈ રહ્યા પછી કંઈ વધ્યું હોય તે તેને ગ્રહણ કરે. सिया य समणद्वाए, गुठिवणी कालमासिणी । उद्विआ वा निसीइज्जा, निसन्ना वा पुणुट्ठए ॥ ३१ ॥ तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । दितियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ॥ ३२ ॥
[ દશ. અ• ૫, ઉ૦ ૧, ગા૦ ૪૦-૪૧ ] કદાચ ગર્ભવતી સ્ત્રી ઊભી હોય અને સાધુને આહારપાણી આપવા માટે નીચી બેસે કે પહેલી બેઠી હોય અને પછી ઊભી થાય તે તે આહાર-પાણી સાધુને માટે અકલ્પનીય બને છે, તેથી ભિક્ષા આપનારી સ્ત્રીને સાધુ એમ કહે કે “આ રીતે ભિક્ષા ગ્રહણ કરવાનું મને ક૯પતું નથી ?
थणगं पिज्जेमाणी, दारगं वा कुमारियं । तं निक्खिवित्तु रोयंतं, आहरे पाणभोयणं ॥ ३३ ॥ तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । दितियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ॥ ३४ ॥
[ દશ૦ અ૦ ૫, ઉ૦ ૧, ગા. ૪૨-૪૩ ] બાળક કે બાલિકાને સ્તનપાન કરાવી રહેલી સ્ત્રી જે તેને રેતાં છોડીને આહાર-પાણી વહોરાવે છે તે સાધુને માટે અકલ્પનીય બને છે. તેથી એ દાતા સ્ત્રીને સાધુ એમ કહે કે “આ પ્રકારને આહાર મને કલ્પત નથી.’
૧૫