________________
૨૧૮
-
-
-
-
-
[ શ્રી વીર-વચનામૃત ગામમાં અથવા નગરમાં ગેચરીને માટે ગયેલ મુનિ ઉગરહિત બની, શાંતચિત્તે અને મંદગતિએ ચાલે.
पुरओ जुगमायाए, पेहमाणो महिं चरे । • वजंतो बीय हरियाई, पाणे य दगमट्टियं ॥ ८ ॥ .
[ દશ. અ૦ ૫. ઉ૦ ૧ ગા૦ ૩ ] મુનિ પોતાની સામે ધૂંસરી પ્રમાણ (ચાર હાથ જેટલી ) ભૂમિ દેખતે ચાલે તથા બીજ, લીલી વનસ્પતિ, સૂક્ષ્મ જીવજંતુ તથા કાદવને વજે; અર્થાત્ તેના પર પગ ન પડે તેનું પૂરું ધ્યાન આપે. .. न चरेज वासे वासंते, महियाए वा पडंतिए । महावाए व वायंते, तिरिच्छसंपाइमेसु वा ॥ ९ ॥
[ દશે. અા ૫, ૬૦ ૧, ગા૮ ] વરસાદ વરસી રહ્યું હોય, ધુમ્મસ પડી રહ્યું હોય, આંધી ચાલી રહી હોય કે પતંગિયા આદિ અનેક પ્રકારનાં જીવડાંઓ ઉડી રહ્યાં હોય, એવા સમયે સાધુ પિતાની વસતીમાંથી બહાર ન જાય.
अणायणे चरंतस्स, संसग्गीए अभिक्खणं । हुन्ज वयाणं पीला, सामणम्मि य संसओ ॥ १० ॥
- [ દશ. અ૦ ૫, ઉ૦ ૧, ગા. ૧૦ ]
ગેચરને માટે વેશ્યાઓના મહોલ્લામાં જનાર સાધુને એને વારંવાર સંસર્ગ થાય છે, જેથી મહાવતેને પીડા થાય છે અને લેક એના સાધુપણામાં સંદેહ કરવા લાગે છે.