________________
અષ્ટ-પ્રવચનમાતા ]
૨૮૫. દ્રવ્યથી યતના કરવી એટલે ચક્ષુથી બરાબર જેવું; ક્ષેત્રથી યતના કરવી એટલે આગળની એક ધેસરી પ્રમાણ ભૂમિનું નિરીક્ષણ કરતાં રહેવું; કાલથી યતના કરવી, એટલે
જ્યાં સુધી ચાલવાની ક્રિયા ચાલુ રહે, ત્યાં સુધી યતના કરવી; અને ભાવથી યતના કરવી એટલે તે વખતે બરાબર ઉપયોગ રાખ. इंदियत्थे विवज्जित्ता, सज्झायं चेव पंचहा । तम्मुत्ती त पुरकारे, उवउत्ते रियं रिए ॥ ८ ॥
ઈન્દ્રિયના અર્થો તથા પાંચ પ્રકારના સ્વાધ્યાયને ત્યાગ કરીને ઇર્યાસમિતિમાં તન્મય થઈને ઉપગપૂર્વક ચાલવું.
વિ. ઈસમિતિ અંગે બીજી સૂચના એ છે કે ચાલતી વખતે ઇન્દ્રિયના વિષય એટલે શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ સંબંધી અનુકૂળ-પ્રતિકૂળ કઈ વિચારે કરવા નહિ. જે મન એવા વિચારોમાં ચડી જાય તે ઉપયોગ રહે નહિ અને પગ નીચે કેઈ જીવ-જંતુ આવી જતાં તેની વિરાધના થાય.
સ્વાધ્યાય એટલે પઠન-પાઠનને લગતી પ્રવૃત્તિ. જિનશાસનમાં તેના વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એવા પાંચ પ્રકારે વર્ણવેલા છે. ચાલતી વખતે આ પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં પણ મન જવા દેવું નહિ. મનમાં પાઠ ચાલતું હોય કે તેના અર્થ સંબંધ કઈ સાથે વાર્તાલાપ થતું હોય કે તેની પુનરાવૃત્તિ થતી : હોય તે ચાલવામાં ઉપયોગ રહે નહિ. એજ રીતે જે. મન તેનાં ઊંડાં ચિંતનમાં ઉતરી ગયું હોય તે પિતે.