________________
૨૦૪
[ શ્રી વીર–વચનામૃત
ઈર્ષા સમિતિને અર્થ એ છે કે સાધુપુરુષે આલંબન, કાલ, માર્ગ અને યતના આ ચાર કારણની શુદ્ધિપૂર્વક ચાલવું.
तत्थ आलंबणं नाणं, दसणं चरणं तहा । काले य दिवसे वुत्ते, मग्गे सुप्पहवज्जिए ॥ ५ ।।
તેમાં આલંબનથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર સમજવાં. કાલથી દિવસ સમજો અને માર્ગથી ઉત્પથનું વર્જન સમજવું.
વિ૦ આલંબનની શુદ્ધિપૂર્વક ચાલવું, એટલે જ્ઞાન-દર્શનચારિત્રના રક્ષણ કે વૃત્તિનો હેતુ હોય તે જ સાધુપુરુષે ચાલવું, અન્યથા નહિ. કાલની શુદ્ધિ પૂર્વક ચાલવું, એટલે દિવસના ભાગમાં ચાલવું, પણ રાત્રિએ ચાલવું નહિ. માની શુદ્ધિપૂર્વક ચાલવું, એટલે સહુની અવરજવરવાળા માર્ગે ચાલવું, પણ આડા માર્ગે ચાલવું નહિ. આડા માર્ગે ચાલતાં જવાકુલ ભૂમિ પર પગ પડવાને અને તેથી પણ ઘણી જીવવિરાધના થવાને સંભવ છે. दव्वओ खेत्तओ चेव, कालओ भावओ तहा । કાચબા રવિ વૃત્તા, તમે ચિત્રો સુ ૬
યતના દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી એમ ચાર પ્રકારની કહેલી છે. તેનું વર્ણન કરું છું, તે સાંભળે. दव्वओ चक्खुसा पेहे, जुगमितं च खित्तओ । कालओ जाव रीइज्जा, उवउत्ते य भावओ ॥ ७ ॥