________________
૧૯૦
[શ્રી વીર-વચનામૃત अगुत्ती बंभचेरस्स, इत्थीओ वावि संकणं । રીઢવઢળ ઢાળ, ફૂલો વજ્જ ૨૬ /
[ દશ અ૦ ૬, ગા૦ ૫૬૫૭-૫૮ ] ગોચરી નિમિત્તે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કર્યા પછી ત્યાં બેસવું એ સાધુને કલ્પતું નથી, કારણ કે તેથી દોષ લાગવાની સંભાવના છે અને મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે.
ગૃહસ્થના ઘરે બેસવાથી સાધુના બ્રહ્મચર્યને નાશ થવાની તથા પ્રાણીઓને વધ થવાની સંભાવના હોવાથી સંયમને નાશ થવાની ભીતિ રહે છે. વળી કઈ ભિખારી ભિક્ષા માટે આવે છે તેને અંતરાય થવાની પણ સંભાવના રહે છે અને ગૃહસ્થને ગુસ્સો આવે એ પણ સંભવિત છે.
ગૃહસ્થના ઘરે જઈને બેસવાથી બ્રહ્મચર્યની ગુપ્તિઓનું યથાર્થ પાલન થઈ શકતું નથી (કારણ કે સ્ત્રીઓના અંગ પ્રત્યંગ જેવાને પ્રસંગ આવી જાય છે ; વળી ગૃહસ્થની સ્ત્રીની સાથે અતિ પરિચય થવાથી બીજાઓને મુનિના ચારિત્રમાં શંકા કરવાની તક મળે છે. એથી આવી કુશીલતાને વધારનારા સ્થાનને મુનિ દૂરથી જ ત્યાગ કરે; તાત્પર્ય કે તે ગૃહસ્થને ત્યાં જઈને બેસવાનું સદંતર છેડી દે. वाहिओ वा अरोगी वा, सिणाणं जो उ पत्थए । वुक्कंतो होइ आयारो, जढो हवइ संयमो ।। २७ ।। संतिमे सुहुमा पाणा, घसासु भिलुगासु य । जे य भिक्खू सिणायंतो, वियडेणुप्पलावए ॥ २८ ॥