________________
२००
[ શ્રી વીર- વચનામૃત
પણ વસ્તુમાં નેહ ન કરે. સ્નેહ કરનારાઓની વચ્ચે જે નિનેહી-નિર્મોહી થાય છે, તે દેષ-પ્રદેશોથી છૂટી જાય છે.
अत्थंगयंमि आइच्चे, पुरत्था य अणुग्गए । आहारमाइयं सव्वं, मणसा वि न पत्थए ॥५८।।
[ દશ અ. ૮, ગા. ૨૮ ] સંયમી પુરુષ સૂર્યાસ્ત થયા પછી અને સૂર્યોદય થયા પહેલાં કોઈ પણ પ્રકારના આહારની ઈચ્છા મનથી પણ ન કરે.
सन्तिमे सुहमा पाणा, तसा अदुव थावरा । जाइ राओ अपासंतो, कहमेसणियं चरे ? ॥५९॥
[ દશ. અ ૬, ગા. ૨૩ ] ધરતી પર એવા ત્રસ અને સ્થાવર સૂક્ષ્મ જીવે સદૈવ વ્યાપ્ત રહે છે, જે રાત્રિના અંધકારમાં જોઈ શકાતાં નથી, તે એવા સમયે આહારની શુદ્ધ ગષણ શી રીતે થઈ શકે ?
उदउल्लं बीयसंसत्तं, पाणानिव्वडिया महिं । दिया ताई विवज्जेज्जा, राओ तत्थ कहं चरे ? ॥६॥
[ દશ. અ૦ ૬, ગા૦ ૨૪ ]. જમીન પાણીથી ભીની હય, અથવા તેના પર બીજ પડ્યાં હોય, અથવા–કીડી-કંથવા આદિ ઘણા પ્રકારના સૂફમ જી રહેલા હોય, તે બધાનું વર્જન કરીને દિવસમાં તે ચાલી શય, પણ રાત્રિએ કઈ દેખી શકાતું નથી તે શી રીતે ચાલી શકાય?