________________
૧૯૭
સાધુને આચાર ]
નિગ્રંથ મુનિએ પરિષહરૂપી શત્રુઓને જિતનારા, મેહરહિત તથા જિતેન્દ્રિય હોય છે. તેઓ સર્વ દુઃખને નાશ કરવા માટે અદ્ભુત પરાક્રમ કરે છે. दुक्कराई करित्ताणं, दुस्सहाई सहेत्तु य । केइत्थ देवलोएसु, केइ सिज्झन्ति नीरया ।। ४८ ।।
[ દશ૦ અ૦ ૩, ગા. ૧૪] દુષ્કર કરણ કરીને તથા દુસહ કષ્ટ સહન કરીને કેટલાક મુનિએ દેવલોકમાં જાય છે, તે કેટલાક કર્મ રહિત થઈને સિદ્ધિ ગતિ પામે છે. खवित्ता पुवकमाई, संजमेण तवेण य । सिद्धिमम्गमणुप्पत्ता, ताइणो परिनिव्वुडे ।। ४९ ॥
[ દશ૦ અ૦ ૩, ગા. 1પ ] છકાયના રક્ષક મુનિ સંયમ અને તપદ્વારા પૂર્વસંચિત કર્મોને ક્ષય કરી સિદ્ધિમાગને પ્રાપ્ત કરતાં તે મુક્ત બને છે. जे केइ पव्वइए, निदासीले पगामसो । भोचा पेचा सुहं सुवइ, पावसमणित्ति वुच्चइ ॥ ५० ।।
[ ઉત્ત, અ૦ ૧૭, ગા૦ ૩] જે કોઈ પ્રવજ્યા લીધા પછી ખૂબ ઊંઘણશી અને છે અને ખાઈ-પાઈને નિરાંતે સૂએ છે, તે પાપશ્રમણ (પાપમય પ્રવૃત્તિ કરનાર સાધુ) કહેવાય છે. कहं चरे ? कहं चिट्ठे ? कहं भासे ? कहं सए । कह भंजन्तो भासन्तो ? पावं कम्मं न बन्धइ। । ५१ ॥
[ દશ૦ અ૦ ૪, ગા. ૭]