________________
સાધુધમ–સામાન્ય ]
૧૬૫ સાધુ, કર્મ આવવાના અપ્રશસ્ત દ્વારેને સર્વ બાજુથી રોકી અનાસવી થાય છે અને અધ્યાત્મ તથા ધ્યાનયોગથી આત્માનું પ્રશસ્ત દમન તેમજ અનુશાસન કરનારો હોય છે.
अतितिणे अचवले, अप्पभासी मियासणे । हविज्ज उअरे दंते, थोवं लटुं न खिसए ॥ ४ ॥
દશ૦ અ ૮, ગા. ૨૯ ] સાધુ ગુસ્સાથી બબડાટ ન કરનાર, ચપળતારહિત, માપસર બોલનાર, પરિમિત આહાર કરનાર તથા પેટનું દમન કરનારા હોય છે. તેઓ છેડે આહાર મળતાં ક્રોધ કરે નહિ.
जाए सद्धाए निक्खंतो, परियायद्वाणमुत्तमं । तमेव अणुपालिज्जा, गुणे आयरियसम्मए ॥ ५ ॥
[ દશ૦ અ૦ ૮, ગા૦ ૬૧ ] (સાધુએ) જે શ્રદ્ધાપૂર્વક ગૃહને ત્યાગ કરી ઉત્તમ ચારિત્રપદને પ્રાપ્ત કર્યું હોય, તે શ્રદ્ધાપૂર્વક જ મહાપુરુષોએ બતાવેલા માર્ગનું અનુસરણ કરવું જોઈએ.
देवलोगसमाणो य, परियाओ महेसिणं । रयाणं अरयाणं च, महानरयसारिसो ॥ ६ ॥
દશ૦ ચૂ૦ અ૦ ૧, ગા૦ ૧૦ ]. સંયમમાં અનુરક્ત મહર્ષિઓને ચારિત્રપર્યાય દેવલકના જેવું સુખ આપનાર છે. જેઓ સંયમમાં અનુરક્ત નથી, તેમને તે જ ચારિત્રપર્યાય મહાનરક સમાન કષ્ટદાયક થાય છે.