________________
૧૭૪
[ શ્રી વીર–વચનામૃત
જે સાધુ લક્ષણશાસ્ત્ર તથા સ્વપ્નશાસ્ત્રને પ્રયોગ કરે છે, અને નિમિત્ત-કુતૂહલમાં આસક્ત રહે છે તથા આશ્ચર્ય પેદા કરીને આશ્રવ વધારનારી વિદ્યાર્થી જીવન ચલાવે છે, તેને કર્મફળ ભેગવવાના સમયે કઈ શરણબૂત થતું નથી. जे सिया सन्निहिं कामे, गिही पव्वइए न से ॥ ३५ ॥
[ દશ૦ અ ૬, ગા. ૧૯ ] જે સાધુ (ઘી, ગોળ, ખાંડ, સાકર આદિને) સંગ્રહ કરવાની ઈચ્છા રાખે છે, તે ખરેખર સાધુ નથી, પણ ગૃહસ્થ છે.
गोवालो भंडवालो वा, जहा तद्दव्वणिस्सरो । एवं अणिस्सरो तं पि, सामण्णस्स भविस्ससि ।। ३६ ॥
[ ઉત્તઅને ૪૨, ગા. ૪૬ ] હે શિષ્ય! જેમ ગેવાળ ગાયોને ચરાવવા માત્રથી તેનો માલિક થઈ શક્તા નથી. અથવા ભંડારી ધનની સંભાળ રાખવા માત્રથી જ તેને સ્વામી બની શક્તિ નથી, તેમ તું માત્ર વેશની રક્ષા કરવાથી સાધુત્વને અધિકારી થઈ શકીશ નહિ.
कह न कुज्जा सामण्णं, जो कामे न निवारए । पए पए विसीयंतो, संकप्पस्स वसं गओ ॥ ३७ ।।
દિશ૦ અ ૨, ગા. ૧] જે સાધક સંકલ્પ-વિકલ્પને વશ થઈ પગલે પગલે