________________
૧૮૩
સાધુને આચાર ]
સંયમી પુરુષ (નદી, કૂવા, તળાવ વગેરેનું) ઠંડું પાણી પીએ નહિ, વરસાદનું પાણી પણ પીએ નહિ, તેમજ બરફનું પાણી પણ પીએ નહિ. તે અગ્નિથી ખૂબ તપાવેલું તથા ધાવણનું નિર્જીવ પાણી ગ્રહણ કરે (અને તેને જ વાપરે ). उदउल्लं अप्पणो कायं, नेव पुंछे न संलिहे । समुप्पेह तहाभूयं, नो णं संघट्टए मुणी ॥ ४ ॥
[ દશ. અ૦ ૮, ગા. ૭ ] જે પિતાનું શરીર કદાચ સચિત્ત જલથી ભીનું થઈ જાય તે મુનિ એને વસ્ત્રથી લૂ છે નહિ. તથા પોતાના હાથથી મસળીને દૂર કરે નહિ. શરીરને આ પ્રકારનું થયેલું જોઈ તેને સપર્શ પણ કરે નહિ. અર્થાત્ એ શરીર સૂકું થાય ત્યાં સુધી એમને એમ રહેવા દે.
વિર મલશંકા દૂર કરવા માટે ગામ બહાર જતાં કદાચિત્ વરસાદ પડે અને શરીર ભીનું થાય તે એ સમયે શું કરવું? તે આ ગાથામાં જણાવેલું છે. આ કારણ સિવાય મુનિને વરસાદમાં વસતીથી બહાર જવાને નિષેધ છે.
जायतेयं न इच्छंति, पावगं जलइत्तए । तिक्खमन्नयरं सत्थं, सव्वओ वि दुरासयं ॥ ५ ॥
[ દશ. અ. ૬, ગા. ૩ર ] સાધુ અગ્નિને પ્રકટાવવાની કે તેને વધારવાની ઈચ્છા કરતા નથી, કારણ કે તે (ઘણું જનું અહિત કરનાર