________________
૧૫૮
[ શ્રી વીર–વચનામૃત
સંતપ્ત રહે છે અને તે માટે અહીં તહીં ભ્રમણ કર્યા કરે છે. વળી તે સ્વજનેને માટે દુષિત પ્રવૃત્તિઓથી ધન મેળવવાનાં પ્રયત્નમાં જ જરા અને મૃત્યુને શરણે થાય છે. आउक्खयं चेव अबुझमाणे,
___ममाइसे साहसकारि मंदे । अहो य राओ परितप्पमाणे, __ अट्टेसु मूढे अजरामरे व्व ॥ ४ ॥
[ સૂ૦ મુ. ૧, અ. ૧૦, ગા. ૧૮ ] આયુષ્ય પળ પળ ઘટી રહ્યું છે, એ જાણ્યા વિના મૂર્ખ મનુષ્ય “મારું–મારું' કરીને સાહસ કરે છે. તે જાણે અજરામર હોય એ રીતે અર્થપ્રાપ્તિ માટે દિવસ અને રાત્રિ પ્રયત્ન કરે છે અને આર્તધ્યાનને વશ થઈ ઘણે સંતાપ પામે છે.
माहणा खत्तिया वेस्सा, चण्डाला अदु बोक्सा । एसिया वेसिया सुहा, जे य आरंभनिस्सिया ॥ ५ ॥
परिग्गहनिविद्वाणं, वेरं तेसिं पवढई । आरंभसंभिया कामा, न ते दुक्रवविमोयगा ॥ ६ ॥
[ સૂ૦ શ્રુ ૧, અ૦ ૯, ગા. ૨-૩ ] બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ચાંડાલે, બેસે, ઐષિકે, વૈશિક, શુદ્રો જે કઈ આરંભમાં મગ્ન છે અને પરિગ્રહમાં આસક્ત છે, તેમનું વેર ઘણું વૃદ્ધિ પામે છે. જે ઘણે આરંભ કરનારા અને કામગમાં આસક્ત છે, તે દુઃખથી મુક્ત થતા નથી.