________________
સત્ય ]
जणवय सम्मयठवणा,
नामे रूवे पडुच्च सच्चे य ।
ववहारभाव जोगे,
૧૫
दसमे ओवम्मसच्चे य ॥ २२ ॥ [ પ્રજ્ઞાપના સૂત્ર-ભાષાપદ ] સત્ય વચનયોગ દશ પ્રકારના છે, તે આ પ્રમાણે ઃ (૧) જનપદ—સત્ય, (૨) સમ્મત-સત્ય, (૩) સ્થાપના સત્ય, (૪) નામ–સત્ય, (૫) રૂપ-સત્ય, (૬) પ્રતીત-સત્ય, (૭) વ્યવહાર–સત્ય, (૮) ભાવ—સત્ય, (૯) યોગ-સત્ય અને (૧૦) ઉપમા-સત્ય.
વિ॰ દશવૈકાલિકનિયુ`ક્તિમાં આ દશ પ્રકારના-સત્ય વચનચેાગની સમજૂતી નીચે પ્રમાણે આપી છે
(૧) જનપદ-સત્ય—જે દેશમાં જેવી ભાષા મેલાતી હોય તે પ્રમાણે ખેલવું, તે જનપદ-સત્ય. જેમકે ‘ બિલ ’ શબ્દથી ગુજરાતી ભાષામાં દર કે શુઢ્ઢા સમજાય છે, જ્યારે અંગ્રેજી ભાષામાં તે જ શબ્દથી ભરતિયું, કરેલી સેવાની કિંમતના આંકડા કે કાયદાના ખરડા સમજાય છે.
(૨) સમ્મત-સત્ય—પ્રથમના વિદ્વાનાએ જે શબ્દને જે અમાં માન્ય કરેલા છે, તે શબ્દને તે અથ માં માન્ય રાખવા, તે ‘ સમ્મત-સત્ય. જેમકે કમલ અને દેડકા અને ( કાદવ )માં જન્મે છે, છતાં પંકજ શબ્દ કમલ માટે વપરાય છે; નહિ કે દેડકા માટે
(૩) સ્થાપના સત્ય—કાઈ પણ વસ્તુની સ્થાપના કરી તેને એ નામથી ઓળખવી, તે · સ્થાપના—સત્ય ’.
"