________________
૧૩૪
[ શ્રી વીર-વચનામૃત અને વિચારીને બેલે. આવું બોલનારે સંતપુરુષોની પ્રશંસા પ્રાપ્ત કરે છે.
अप्पत्ति जेण सिया, आसु कुप्पिज्ज वा परो । सव्वसो तं न भासिज्जा, भासं अहिअगामिणिं ॥ १९ ॥
[ દશ૦ અ૦ ૮, ગા૦ ૪૮ ] જેનાથી અવિશ્વાસ ઉત્પન્ન થાય, અથવા બીજાને જલ્દી કોઇ આવે એવી અહિતકર ભાષા વિવેકી પુરુષ સર્વથા ન બોલે. देवाणं मणुयाणं च, तिरियाणं च बुग्गहे । अमुगाणं जओ होउ, मा वा होउ त्ति नो वए । २० ॥
[ દશ૦ અ ૭, ગા. ૫૦ ] દેવતાઓ, મનુષ્ય તથા તિર્યોમાં જ્યારે પરસ્પર યુદ્ધ થાય, ત્યારે અમુકને જય થાઓ અને અમુકને પરાજય થાઓ, એવું બોલવું નહિ.
વિકારણ સ્પષ્ટ છે આ પ્રકારનું વચન ઉચ્ચારવાથી એક પ્રસન્ન થાય છે અને બીજે નાખુશ થાય છે. આવી પરિસ્થિતિ ઊભી કરવી એ પ્રજ્ઞાવાન સાધક માટે ઈષ્ટ નથી.
अपुच्छिओ न भासेज्जा, भासमाणस्स अंतरा। पिढिमंसं न खाएज्जा, मायामोसं विवज्जए ॥ २१ ॥
[ દશ૦ અ૦ ૮, ગાડ ૪૭ ] સંયમી સાધક પૂછળ્યા વિના ઉત્તર આપે નહિ, બીજાઓ વાતચીત કરતા હોય તેમાં વચ્ચે બેલી ઉઠે નહિ, પીઠ પાછળ કેઈની નિંદા કરે નહિ તથા બોલવામાં કપટયુક્ત અસત્ય વાણીને પ્રયોગ આદરે નહિ.