________________
૧૪૬
ર-વચનામૃત
देवदाणवगन्धव्वा, जक्खरक्खसकिन्नरा । बंभयारिं नमंसन्ति, दुकरं जे करेन्ति तं ॥ १४ ॥
દશ૦ અ ૧૬, ગા. ૧૬ ] દુષ્કર વ્રતની સાધના કરનાર બ્રહ્મચારીને દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને કિન્નરાદિ દેવ નમસ્કાર કરે છે.
एस धम्मे घुवे निच्चे, सासए जिणदेसिए । सिद्धा सिज्झन्ति चाणेण, सिन्झस्सन्ति तहाऽवरे ॥१५॥
[ દશ૦ અ ૧૬, ગા. ૧૭ ] આ બ્રહ્મચર્ય ધર્મ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે, અને જિનદેશિત છે, એટલે કે જિને વડે ઉપદેશાવેલ છે. આ ધર્મના પાલનથી ઘણા મનુષ્ય સિદ્ધ થયા, થાય છે અને ભવિષ્યમાં પણ થશે. वाउच्व जालमच्चेइ, पिया लोगंसि इथिओ ॥ १६ ॥
[ . યુ. ૧, અ૦ ૧૫, ગા૦ ૮ ]. જેમ વાયુ અગ્નિની જવાલાને પાર કરી જાય છે, તેમ મહાપરાક્રમી પુરુષો આ લેકમાં પ્રિય સ્ત્રીઓના મોહનું ઉલ્લંઘન કરી જાય છે.
नीवारे व न लीएजा, छिन्नसोए अणाविले । अणाइले सया दन्ते, संधि पत्ते अणेलिसं ॥ १७ ॥
[ સૂ. મુ. ૧, અ. ૧૫, ગા. ૧૨ ] વિષય અને ઈન્દ્રિયને જિતી જે છિન્ન સ્ત્રોત (સંસારના પ્રવાહને કાપનારા) થઈ ગયા છે તથા જે રાગ-દ્વેષ રહિત છે, તે સ્ત્રીપ્રસંગમાં ન ફસે, કારણ કે સ્ત્રીપ્રસંગ ભૂંડને