________________
અસ્તેય ]
ત્રીજું અદત્તાદાન, બીજાના હૃદયને દાહ પહેંચાડનારું; મરણભય, પાપ, ત્રાસ તથા પરધનની વૃદ્ધિનો હેતુ અને લેમનું મૂળ છે. તે અપયશને કરનારું છે, અનાર્યકર્મ છે, સાધુ પુરુષોએ વખોડેલું છે, પ્રિયજન અને મિત્રજનેમાં ભેદ પડાવનારું છે, અપ્રીતિને ઉત્પન્ન કરનારું છે, તથા. ઘણું રાગદ્વેષને જન્મ આપનારું છે.
વિપ્રશ્નવ્યાકરણ સૂત્રના ત્રીજા દ્વારમાં તેનાં ત્રીશ નામે ગણાવ્યાં છે, તેમાંના કેટલાંક આ પ્રમાણે જાણવા : (૧) ચેરી, (૨) અદત્ત, (૩) પરલાભ, (૪) અસંયમ, (૫) પરધનવૃદ્ધિ, (૬) લૌલ્ય, (૭) તકરત્વ, (૮) અપહાર, (૯) પાપકર્મકરણ, (૧૦) કૂટતુલ-કૂટમાન, (૧૧) પરદ્રવ્યાકાંક્ષા, (૧૨) તૃષ્ણ વગેરે.
चित्तमंतमचित्तं वा, अप्पं वा जइ वा बढुं । दंतसोहणमित्तं पि, उग्गहंसि अजाइया ॥ ३ ॥ तं अप्पणा न गिण्हंति, नो वि गिण्हावए परं । भन्न वा गिण्हमाणं पि, नाणुजाणंति संजया ॥ ४ ॥
દશ. અ૦ ૬, ગા. ૧૪-૧૫ ]. વસ્તુ સજીવ હોય કે નિવ, થેડી હોય કે વધારે, તે એટલે સુધી કે દાંત ખેતરવાની સળી જેવી તુચ્છ વસ્તુ પણ, તેના માલિકને પૂછળ્યા વિના સંયમી પુરુષો પોતે લેતા નથી. બીજા પાસે લેવડાવતા નથી અને જે કંઈ લેતું હોય છે, તેને સંમતિ પણ આપતા નથી. तिव्वं तसे पाणिणो थावरे य,
जे हिंसति आयसुहं पडुच्च ।