________________
ધમચરણ ]
૧૧૩
આત્માના પરિણામેની તરતમતા સમજાવવા માટે ભગવાન મહાવીરે છ લેફ્સાનું સ્વરૂપ પ્રકાયું છે. તેમાં કૃષ્ણ, નીલ અને કાપત એ ત્રણ લેશ્યાએ આત્માના અશુદ્ધતમ-અશુદ્ધતર અને અશુદ્ધ પરિણામનું સૂચન કરનારી છે અને પીત, પદ્મ તથા શુકલ એ ત્રણ સ્થાએ આત્માના શુદ્ધ-શુદ્ધતર–શુદ્ધતમ પરિણામનું સૂચન કરનારી છે, એટલે ધર્મારાધકે હમેશ આ શુદ્ધ લેશ્યામાં જ રહેવું જોઈએ.
ધર્મારાધનમાં બ્રહ્મચર્યનું મહત્ત્વ પણ ઘણું છે. જે બ્રહ્મચર્ય પાળે છે, તેનું મન વિષયવિકારથી દૂર રહે છે અને તેથી અનન્ય શાંતિ પામે છે.
ટૂંકમાં જે આ પ્રકારને કેત્તર–ઉચ્ચ ધર્મ આચરે છે, તેને સર્વ મલ દૂર થાય છે, તેની સર્વ અશુદ્ધિઓ દૂર થાય છે અને તેના અંતરને સર્વ તાપ ટળી અનુપમ શાંતિની પ્રાપ્તિ થાય છે. આવા આત્માનાં સર્વ કર્મો શીઘ્રતાથી નાશ પામે, એ સ્વાભાવિક છે.
पडंति नरए घोरे, जे नरा पावकारिणो । दिव्वं च गई गच्छंति, चरित्ता धम्ममारियं ॥ ११ ॥
[ ઉત્ત, અ ૧૮, ગા. ૨૫ ] જે મનુષ્ય પાપ કરનારાઓ છે, તે ઘર નરકમાં પડે છે અને આર્યધર્મનું આચરણ કરનારા છે, તે દિવ્ય ગતિમાં જાય છે.
વિકર્મને કાયદે અબાધિત છે. તેમાં કોઈની