________________
[ શ્રી વીર-વચનામૃત
-~--
-----
---------~
~
W૪
અસત્ય, (૩) સત્યાસત્ય અર્થાત્ મિશ્ર અને (૪ અસત્યામૃષા અર્થાત્ વ્યાવહારિક. આમાંથી પહેલી અને છેલ્લી એ બે ભાષા સાધક વિનયપૂર્વક બેલે, અને અસત્ય તથા મિશ્ર ભાષાઓને સર્વથા ત્યાગ કરે.
जा य सच्चा अवत्तव्वा, सच्चामोसा य जा मुसा । जा य बुद्धेहिंऽणाइण्णा, न तं भासिज्ज पन्नवं ॥ ८ ॥
[ દશ૦ અ ૭, ગા. ૨ ] જે ભાષા સત્ય હોવા છતાં બોલવા જેવી ન હોય, જે ભાષા સત્ય અને અસત્યના મિશ્રણવાળી હોય, જે ભાષા અસત્ય હોય અને જે ભાષાને તીર્થકરોએ નિષેધ કર્યો હોય તે પ્રજ્ઞાવાન સાધક બોલે નહિ,
વિડ ઉપરની ગાથામાં સત્ય અને વ્યાવહારિક ભાષા બેલવાનું કહ્યું છે, તેમાં પણ કેટલુંક સમજવા જેવું છે, તેનું સ્પષ્ટીકરણ આ ગાથામાં કરવામાં આવ્યું છે. ભાષા સત્ય હેય પણ બોલવા જેવી ન હોય, અર્થાત બોલવાથી હિંસા કે અન્યનું નુકશાન થાય તેમ હોય તે તેવી ભાષા એલવી નહિ. દાખલા તરીકે બજારમાં જતાં કોઈ કસાઈએ પૂછયું કે “તમે મારી ગાય જોઈ છે?” તે ગાયને જતાં આઈ હેય તે પણ ઉત્તરદાતા એમ કહે કે “હા મેં જઈ છે, તે આ બાજુ ગઈ છે.” તે પરિણામે હિંસા થવા સંભવ છે, એટલે એવી ભાષા બેલવી નહિ.
असच्चमोस : सच्चं च, अणवजमकक्कसं । समुपेहमसंदिद, गिरं भासिज्ज पनवं ॥ ९ ॥
[ દશ અ૦.૭, ગાત્ર ]