________________
૧૩૧
સત્ય ]
પ્રજ્ઞાવાન સાધકે વ્યાવહારિક ભાષા તથા સત્યભાષા પણ પાપરહિત, કશતાથી રહિત (કામળ ), સંદેહરહિત તથા સ્વ-પરના ઉપકાર કરનારી હોય તેવી મેલવી.
वितहं वि तहामुत्तिं, जं गिरं भासए नरो । तम्हा सो पुट्ठो पावेणं, किं पुण जो मुसं वए ? ॥ [ શ॰ અ॰ ૭, ગા॰ ૫]
१० ॥
જે મનુષ્ય દેખીતું સત્ય પણ વાસ્તવિક અસત્ય એવું વચન ભૂલથી ખેલે છે, તે પાપથી ખરડાય છે, તા તદ્દન અસત્ય વદનારનું તેા કહેવું જ શું? તાત્પર્ય કે તે ઘણાં પાપથી ખરડાય છે.
तहेव फरुसा भासा, गुरुभूओवधाइणी ।
सच्चा विसा न वत्तव्वा, जओ पावस्स आगमो ॥ ११ ॥
[ શ॰ અ॰ ૭, ગા૦ ૧૧ ]
તે જ પ્રકારે સત્યભાષા જો બહુ પ્રાણીઓના ઘાતકરનારી કે કઠાર હોય તે ખેાલવી નહિ, કારણ કે તેથી પાપનું આગમન થાય છે.
',
तव काणं काणे त्ति, पंडगं पंडगे त्ति वा । वाहियं वा वि रोगि त्ति, तेणं धोरे त्ति नो वए ।। [ શ॰ અ॰ ૭, ગા॰ ૧૨ ]
१२ ।।
તે જ પ્રકારે કાણાને કાણા, હીજડાને હીજડા, રાગીને રાગી અને ચારને ચેર કહેવા નહિ, કારણ કે તે સાંભળવામાં અતિ કઠેર લાગે છે.