________________
ધર્માચરણ ]
૧૦૯ પ્રારંભથી જ સારી રીતે કરી લેવું. વળી એ હકીક્ત પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે જેણે બાલ્યવય કે યુવાનીમાં ધર્મ આચર્યો નથી, તેને વૃદ્ધાવસ્થામાં ધર્મ ગમતું નથી, એટલે ધર્મનું આચરણ તે મનુષ્ય સમજણું થાય ત્યારથી જ શરૂ કરી દેવું જોઈએ. जा जा वच्चइ रयणी, न सा पडिनियत्तइ । अहम्मं कुणमाणस्स, अफला जन्ति राइओ ।। ४ ।। जा जा वच्चइ रयणी, न सा पडिनियत्तइ । धम्मं च कुणमाणस्स, सफला जन्ति राइओ ॥ ५ ॥
[ ઉત્તઅ૧૪, ગા. ૨૪-૨૫ ] જે જે રાત્રિ જાય છે, તે પાછી આવતી નથી.. અધર્મ કરનારની રાત્રિઓ નિષ્ફળ જાય છે.
જે જે રાત્રિ જાય છે, તે પાછી આવતી નથી. ધર્મ કરનારની રાત્રિઓ સફળ થાય છે.
વિજે જે રાત્રિ જાય છે, તે પાછી આવતી નથી, તેમ જે જે દિવસે જાય છે, તે પણ પાછા આવતું નથી. તાત્પર્ય કે જે સમય ચાલ્યા ગયે, તે કાયમને માટે હાથથી ગયે, તે ફરી પાછા આવવાને નહિ, આ સગમાં બુદ્ધિમાન મનુષ્યનું એ કર્તવ્ય છે કે તેમણે સમયને બની શકે તેટલે સદુપયોગ કરી લે. જે મનુષ્ય અધર્મ આચરે છે, તેના સમયને દુરુપયોગ થયે સમજવો, કારણ કે તેથી નવું કર્મબંધન થાય છે અને પરિણામે અનેક પ્રકારનાં દુઃખે ભેગવવા પડે છે. જે મનુષ્ય ધર્મ