________________
૧૧૦
[ શ્રી વીર-વચનામૃત આચરે છે, તેના સમયને સદુપયોગ થ સમજવો, કારણ કે તેથી નવાં કર્મો બંધાતાં નથી અને જે સત્તામાં હોય છે, તેને પણ નાશ થાય છે. પરિણામે તેની ભવપરંપરાને અંત આવે છે અને તે સર્વ દુઃખોથી મુક્ત થાય છે.
धम्मो मंगलमुक्टूि, अहिंसा संजमो तवो । देवा वि तं नमंसन्ति, जस्स धम्मे सया मणो ।। ६ ।।
[ દશ૦ અ૦ ૧, ગા૦ ૧ ! ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. તે અહિંસા, સંયમ અને તપ રૂપ છે. જેના મનમાં સદા ધર્મ છે, તેને દેવો પણ વદે–પૂજે છે.
વિવ આ જગતમાં લેકે અહર્નિશ મંગલની કામના ર્યા કરે છે, પણ તેમને ખબર નથી કે સહુથી ઉત્કૃષ્ટ મંગલ તે ધર્મ જ છે, કારણ કે તેનાથી દુરિતે દૂર નાસે છે અને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. પરંતુ અહીં ધર્મ શબ્દથી અહિંસા, સંયમ અને તપની ત્રિપુટી સમજવાની છે. જ્યાં કઈ પણ પ્રકારની હિંસા હોય ત્યાં ધર્મ નથી.
જ્યાં કઈ પણ પ્રકારને સ્વછંદ કે દુરાચાર હોય ત્યાં પણ ધર્મ નથી. અને જ્યાં એક યા બીજા પ્રકારે લેગવિલાસની પુષ્ટિ હોય ત્યાં પણ ધર્મ નથી. જે અહિંસા, સંયમ અને તાપમય ધર્મનું નિરંતર પાલન કરે છે, તે માત્ર માનવસમાજને જ નહિ, પણ દેવોને ય વંદનીયપૂજનીય બને છે. સારાંશ કે ધર્મના પાલનથી મનુષ્ય