________________
૧૦૮
[ શ્રી વીર–વચનામૃત
આ મનોહર દેખાતા કામોને છેડીને તું ગમે ત્યારે મરવાને જ છે. હે નરદેવ! એ વખતે તને માત્ર ધર્મ જ શરણ રૂપ થવાને છે. તે સિવાય આ જગતમાં એવી કઈ વસ્તુ વિદ્યમાન નથી કે જે તને ઉપયોગમાં આવે.
વિ. અહીં રાજાને સંબોધન કરેલું છે, પણ વસ્તુ દરેકને એક સરખી લાગુ પડે છે.
जरा जाव न पीडेइ, वाही जाव न वड्ढई । जाविदिया न हायंति, ताव धम्मं समाचरे ॥ ३ ॥
[ દશ૦ અ૦ ૮, ગા૦ ૩૬ ] જ્યાં સુધી જરા પડે નહિ, જ્યાં સુધી વ્યાધિ વધે નહિ અને જ્યાં સુધી ઈન્દ્રિયે બલીન થાય નહિ, ત્યાં સુધીમાં ધર્મનું આચરણ સારી રીતે કરી લેવું.
વિકેટલાક મનુ એમ સમજે છે કે જ્યારે મોટા થઈશું-ઘરડા થઈશું, ત્યારે ધર્મનું આચરણ કરીશું. હાલ તે મજશેખ કરી લેવા દે. પણ એ સમજણ બેટી છે. દેહ ક્ષણભંગુર છે, તે કયારે પડી જશે એ કહી શકાતું નથી. છતાં એમ માની લઈએ કે આયુષ્ય મેટું છે અને મનુષ્ય ઘરડો થવાનો છે, તે શું એ વખતે તે ધર્મનું આચરણ કરી શકશે ખરે? એ વખતે શારીરિક શક્તિઓ ક્ષીણ થઈ ગઈ હોય છે, નાના મોટા અનેક પ્રકારના વ્યાધિઓ લાગુ પડેલા હોય છે અને ઈન્દ્રિ ધાર્યું કામ આપતી નથી. આ સગોમાં ધર્મનું આચરણ શી રીતે થવાનું? માટે સુજ્ઞ મનુષ્ય ધર્મનું આચરણ