________________
૧૬
[ શ્રી વીર–વચનામૃત
(૧૫) અલાભપરીષહ—ભિક્ષા માગવા છતાં કઈ વસ્તુ ન મળે તેા તેના સતાપ કરવા નહિ. (૧૬) રાગપરીષહ—ગમે તેવા રાગ કે વ્યાધિ ઉત્પન્ન થાય પણ હાયવાય કે ખૂમખરાડા ન પાડતાં તેની બધી વેદના શાંતિથી સહન કરી લેવી.
(૧૭) તૃણુસ્પશ પરીષહ—બેસતાં, ઉઠતાં તથા સૂતાં દર્ભાદિ તૃણ્ણાના જે કઠોર સ્પર્ધા થાય તે શાંતિથી સહન કરી લેવે,
(૧૮) મલપરીષહ—પરસેવા તથા વિહાર વગેરેનાં કારણે શરીર પર મેલ ચડી જવા છતાં સ્નાનની ઈચ્છા કરવી નહિ.
(૧૯) સત્કારપરીષહ——કાઈ ગમે તેવા સત્કાર કરે તેથી અભિમાન ન કરતાં મનને કાબૂમાં રાખવુ અને આ સત્કાર મારા નહિ પણ ચારિત્રના થાય છે, તેમ સમજવું,
(૨૦) પ્રજ્ઞાપરીષહ—બુદ્ધિ કે જ્ઞાનના મઢ કરવા નહિ. (૨૧) અજ્ઞાનપરીષહ—ઘણા પરિશ્રમ કરવા છતાં સૂત્ર— સિદ્ધાંતને જોઈએ તેવા એપ ન થાય તેા તેથી નિરાશ થવું નહિ.
(૨૨) સમ્યક્ત્વપરીષહ—કોઈ પણ સ્થિતિમાં સમ્યક્ત્વને ડગમગવા ન દેતાં તેનું સંરક્ષણ કરવું.