________________
[ શ્રી વીર–વચનામૃત
सुहसायगस्स समणस्स, साया उलगस्स निगामस | इस्स । उच्छोलणापहोयस्स, दुलहा सुगई तारिसगस्स ।। १६ ।। [ શ॰ અ॰ ૪, ગા૦ ૨૬ ]
૧૦૪
જે શ્રમણ ખાહ્ય સુખનો અભિલાષી છે, અને સુખ કેમ મળે ? એ વિચારથી નિર'તર વ્યાકુલ રહે છે, સૂત્રાની વેળા એળગીને ઘણા વખત સુધી સૂતા પડચો રહે છે, જે શરીરસૌદર્ય વધારવાને માટે પેાતાના હાથપગ આદિ સદા ધોતા–સાફ કરતા રહે છે, તે નામધારી શ્રમણને મેાક્ષ મળવા ઘણા દુર્લભ છે.
तवगुणपाणस्स, उज्जुमइ खन्तिसंजमरयस्स ।
परीसहे जिणन्तस्स, सुलहा सुगई तारिसगस्स ।। १७ ।। [ શ॰ અ॰ ૪, ગા॰ ૨૭ ]
જે શ્રમણ તપેગુણમાં પ્રધાન છે અર્થાત્ ઘણું તપ કરે છે, જે પ્રકૃતિથી સરલ છે, ક્ષમા અને સંયમમાં અનુરક્ત છે, અને જે પરીષહાને જિતે છે, તેને મેાક્ષની પ્રાપ્તિ સુલભ છે.
વિ- ચારિત્રનું પાલન કરતાં જે કઈ કષ્ટ, મુશીબત કે મુશ્કેલી આવી પડે તેને સમતાથી સહન કરી લેવી તેને પરીષહજય કહેવામાં આવે છે. તેના ખાવીશ પ્રકાર નીચે મુજબ છે :
(૧) ક્ષુધાપરીષહ—ભૂખથી ઉત્પન્ન થતી વેદના સહન કરવી. (૨) તૃષાપરીષહ—તૃષાથી ઉત્પન્ન થતી વેદના સહેન કરવી. (૩) શીતપરીષહ— 'ડીથી થતી વેદના સહન કરવી.