________________
ધારા દશમી ધર્માચરણ
जरामरण वेगेणं, वुज्झमाणाण पाणिणं । . धम्मो दीवो पइट्ठा य, गई सरणमुत्तमं ॥ १ ।।
[ ઉત્ત, અ૦ ૨૩, ગા૦ ૬૮ ] જરા અને મરણના વેગથી ઘસડાતા જીવોને માટે ધર્મ બેટ રૂપ છે, ટકી રહેવાના સ્થાન રૂપ છે, આધાર રૂપ છે અને ઉત્તમ શરણ રૂપ છે.
વિ. જ્યાં જન્મ હેય ત્યાં જરા અને મરણ અવશ્ય હોય છે. આ જરા અને મરણને વેગ એ પ્રચંડ છે કે તે ખાળી શકાતું નથી, અર્થાત્ તેના જોરદાર પ્રવાહમાં સહુને ઘસડાવું પડે છે અને વિવિધ પ્રકારનાં દુઃખને
અનુભવ કરે પડે છે. આવા પ્રસંગે ધર્મ મદદે આવે છે, તેના આધારે જીવ ટકી શકે છે, અને તેમનું ઉત્તમ પ્રકારે રક્ષણ થાય છે. અન્ય શબ્દોમાં કહીએ તો જેણે ધર્મનું આચરણ કર્યું નથી, તેને વૃદ્ધાવસ્થામાં બહુ દુઃખી થવું પડે છે અને તેનું મરણ બગડે છે. मरिहिसि रायं जया तया वा,
मणोरमे कामगुणे विहाय । एक्को हु धम्मो नरदेव ताणं, न विज्जई अन्नमिहेइ किंचि ॥ २ ॥
ઉત્તળ અ ૧૪, ગા. ૪૦ ]