________________
સાધનાક્રમ |
૧૦
ન્ય
જ્યારે સાધક સર્વવ્યાપી જ્ઞાન અને સર્વવ્યાપી દર્શનને મેળવે છે, ત્યારે તે લેક અને અલકને જાણે છે અને જિન તથા કેવલી બને છે. जया लोगमलोगं च, जिणो जाणइ केवली । तया जोगे निलंभित्ता, सेलेसिं पाडवज्जइ ॥ १३ ॥
[ દશઃ અ. ૪, ગા. ૨૩ ] જયારે સાધક લેક અને અલકને જાણનાર જિન તથા કેવલી બને છે, ત્યારે અંતસમયે મન, વચન અને કાયાની તમામ પ્રવૃત્તિઓને રોકી શેલેશી અવસ્થાને પ્રાપ્ત થાય છે, અર્થાત્ પર્વત જેવી સ્થિર-અકપ દશા પ્રાપ્ત કરે છે.
जया जोगे निलंभित्ता, सेलेसिं पडिवज्जइ । तया कम्मं खवित्ताणं, सिद्धिं गच्छइ नीरओ ॥ १४ ॥
દશ૦ અ૦ ૪, ગા. ૨૪ ] જ્યારે સાધક મન, વચન, કાયાની તમામ પ્રવૃત્તિઓને રેકી શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થાય છે, ત્યારે તમામ કર્મોને ખપાવી, શુદ્ધ થઈ સિદ્ધિને પામે છે.
जया कम्म खवित्ताणं, सिद्धिं गच्छइ नीरओ। तया लोगमत्थयत्थो, सिद्धो हवइ सासओ ॥ १५ ॥
[ દશ૦ અ૪, ગા. ૨૫ ] જ્યારે તે તમામ કર્મોને ખપાવી શુદ્ધ થઈ સિદ્ધિને પામે છે, ત્યારે લોકના મસ્તક પર રહેનારે શાશ્વત સિદ્ધ બને છે.