________________
~
~
~~
~
~
સાધનાક્રમ ]
૧૦૧ जया निविदए भोए, जे दिव्वे जे य माणुसे ।। तया चयइ संजोगं, सन्भिन्तरबाहिरं ॥ ७ ॥
[ દશ૦ અ ૪, ગા. ૧૭ ] જ્યારે સાધકને સ્વર્ગીય તથા માનષિક ભેગે તરફ વૈરાગ્ય થાય છે, ત્યારે તે અત્યંતર અને બાહ્ય સંગ છેડી દે છે.
વિ. અહીં અત્યંતર સંગથી કષા અને બાહ્યસંગથી ધન, ધાન્યાદિનો પરિગ્રહ તેમજ કુટુંબીજનોનો સંબંધ સમજ. તાત્પર્ય કે સાધકને જ્યારે સ્વર્ગીય કે માનષિક કેઈ ભેગની ઈચ્છા રહેતી નથી, ત્યારે કષાય કરવાનું કારણ રહેતું નથી અને ધનધાન્યાદિ તથા કુટુંબીજનો પરનું મમત્વ આપોઆપ ઘટી જાય છે.
जया चयह संजोगं, सब्भिन्तर-वाहिरं । तया मुण्डे भवित्ताणं, पव्वयइ अणगारियं ॥ ८ ॥
[ દશ૦ અ. ૪, ગા૦ ૧૮ ] જ્યારે સાધક અત્યંતર અને બાહ્ય સંગ છેડી દે છે, ત્યારે માથું મુંડાવીને અણગાર ધર્મમાં પ્રવજિત થાય છે.
વિ. અણગારધર્મ એટલે શ્રમણધર્મ કે સાધુધર્મ. પ્રજિત થવું એટલે દીક્ષિત થવું. નિગ્રંથ સંપ્રદાયમાં સાધુધર્મની દીક્ષા લેતી વખતે માથે મુંડન કરાવવાનું ફરજિયાત હોય છે. બૌદ્ધ શ્રમણે પણ દીક્ષા ગ્રહણ કરતી વખતે મસ્તકનું મુંડન કરાવે છે. મસ્તક મુંડાવ્યું એટલે શરીર