________________
સાધનાક્રમ ]
૯૯
~ ~~~ ~~ ~ ~~ જીવ અને અજીવ બંનેના સ્વરૂપથી અજાણ છે, તે સંયમનું સ્વરૂપ પણ જાણી શકતા નથી, કારણ કે સંયમપાલનને જીવદયા સાથે ગાઢ સંબંધ છે.
जो जीवे वि वियाणेइ, अजीवे वि वियाणइ । जीवाऽजीवे वियाणंतो, सो हु नाहीइ संजमं ॥ ३ ॥
[ દશ૦ અ૦ ૪, ગા. ૧૩ ] જે જીવને સારી રીતે જાણે છે, તે અજીવને પણ સારી રીતે જાણે છે. આ રીતે જીવ અને અજીવ બંનેને સારી રીતે જાણનારે સંયમને જાણે છે.
जया जीवमजीवे य, दो वि एए वियाणइ । तया गई बहुविहं, सव्वजीवाण जाणइ ॥ ४ ॥
[ દશ૦ અ ૪, ગા. ૧૪] જ્યારે સાધક જીવ અને અજીવ બંનેને સારી રીતે જાણે છે, ત્યારે તે સર્વ જીવેની બહુવિધ ગતિને જાણે છે.
વિ. અહીં ગતિ શબ્દથી એક ભવમાંથી બીજા ભવમાં જવાની ક્રિયા સમજવાની છે. આ ગતિ એક પ્રકારની નથી, પણ બહુ પ્રકારની છે, એટલે કે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એમ ચાર પ્રકારની છે; સંસારી
જીવને આ ચાર ગતિમાંથી એક ગતિમાં અવશ્ય ઉત્પન્ન થવું પડે છે, કારણ કે તેણે એ પ્રકારનું કર્મ બાંધેલું હોય છે અને તેનું ફળ ભેગવ્યા સિવાય તેને છૂટકે થતું નથી.