________________
મોક્ષમાર્ગ ] (૧) ગુરુની સેવા–જ્ઞાન આપે તે ગુરુ. તેમને વિનય
કરવાથી, તેમની સેવા કરવાથી શાસ્ત્રોનું રહસ્ય સમજાય છે અને મોક્ષની
સાધનામાં ઝડપથી આગળ વધી શકાય છે. (૨) વૃદ્ધસંતની સેવા–એ પણ ગુરુ સેવા જેટલી જ
ઉપકારક છે. (૩) અજ્ઞાનીઓના સંગનું વર્જન–જે બાલભાવમાં રમી
રહેલા છે, તેમને અજ્ઞાની સમજવાતેમને સંગ કરવાથી મોક્ષ સાધનાને ઊત્સાહ ઠડે પડી જાય છે, અથવા તે તેમાંથી ભ્રષ્ટ થવાને પ્રસંગ પણ આવે છે, માટે તેમના સંગને ત્યાગ કરે. સંગ કરે તે પરમાર્થને જાણનારા જ્ઞાનીઓને જ કર, જેથી કલ્યાણની
પ્રાપ્તિ થાય. (૪) સ્વાધ્યાય –આપ્તપ્રત શાસ્ત્રોને અભ્યાસ. (૫) સૂત્રાર્થનું સારી રીતે ચિંતન–સૂત્ર અને અર્થ બંને
પર સારી રીતે ચિંતન કરવાથી મનને વિક્ષેપ ટળે છે અને મેક્ષસાધનાને
ઉત્સાહ વૃદ્ધિ પામે છે. (૬) ધૈર્ય_ચિત્તની સ્વસ્થતા.