________________
મેક્ષમાર્ગ ] કવચનું ભેદન કરવું જોઈએ. આ પ્રકારે સંગ્રામને હંમેશ માટે અંત લાવીને મુનિ ભવભ્રમણથી મુકત થઈ જાય છે.
વિટ આ વર્ણનનું તાત્પર્ય એ છે કે મોક્ષમાર્ગના પથિકે નીચેના ગુણ કેળવવા જોઈએ – (૧) શ્રદ્ધા–આત્મશ્રદ્ધા, દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા, નવત
પરની શ્રદ્ધા. (૨) ક્ષમા-કોધ પર વિજય. અહીં માન, માયા અને
લભ પરના વિજયને નિર્દેશ કર્યો નથી, પણ તે સમજી લેવાના છે. એ રીતે આર્જવતા,
સરલતા અને નિર્લોભતા પણ કેળવવી જોઈએ. (૩) તપ-નાના પ્રકારનાં તપે. (૪) સંયમ-પાંચ ઈન્દ્રિય પર કાબૂ (૫) ત્રિગુપ્તિ-ગુપ્તિ એટલે પ્રશસ્ત નિગ્રહ. તેના ત્રણ
પ્રકારે છેઃ (૧) મનગુપ્તિ, (૨) વચનગુપ્તિ અને (૩) કાયગુપ્તિ. સંયમમાર્ગમાં આગળ વધવા માટે આ ત્રણે ગુપ્તિ ઘણું અગત્યનું
સાધન છે. (૯) પરાકમ-વિદનેની પરવા કર્યા વિના ધ્યેય તરફ
ધસવાને ભારે પુરુષાર્થ. (૭) ઈર્યાસમિતિ-સમિતિ એટલે સમ્યક્ પ્રવૃત્તિ. તેના પાંચ
પ્રકારે છેઃ (૧) ઈર્યાસમિતિ, (૨) ભાષાસમિતિ, (૩) એષણાસમિતિ, (૪) આદાનનિક્ષેપ-સમિતિ અને (૫) પારિષ્ઠાપનિક