________________
| [ શ્રી વીર-વચનામૃત
जया गई बहुविहं, सव्वजिवाण जाणइ । तया पुण्णं च पावं च, बंधं मोक्खं च जाणइ ॥ ५ ॥
[ દશ અ. ૪, ગા. ૧૫ ] જયારે સાધક સર્વ ની બહુ પ્રકારની ગતિને જાણે છે, ત્યારે પુણ્ય, પાપ, બંધ અને મોક્ષને જાણે છે.
વિએક જીવને સદ્ગતિમાં અને બીજાને દુર્ગતિમાં જતે જોઈને પુણ્ય-પાપને સિદ્ધાંત સમજાય છે, એટલે કે જે જીવે પુણ્ય કર્યું હોય તેની સદ્ગતિ થાય છે અને પાપ કર્યું હોય તેની દુર્ગતિ થાય છે, એ વાત તેના
ખ્યાલમાં આવે છે. પછી વિશેષ વિચાર કરતાં પુણ્ય અને પાપ એક પ્રકારને કમબંધ છે, એ વાત તેને સમજાય છે અને જ્યાં કર્મબંધ છે, ત્યાં તેમાંથી છૂટકારો થવાની કિયા પણ અવશ્ય હોવી જોઈએ, એવું અનુમાન થતાં મેક્ષનો નિર્ણય થાય છે.
जया पुण्णं च पावं च, बंधं मोक्खं च जाणइ । तया निविदए भोए, जे दिव्वे जे य माणुसे ॥ ६ ॥
[ દશ૦ અ૦ ૪, ગા. ૧૬ ] જ્યારે સાધક પુણ્ય, પાપ, બંધ અને મોક્ષનું સ્વરૂપ બરાબર જાણે છે, ત્યારે તેને સ્વર્ગીય તથા માનષિક ભોગે તરફ વૈરાગ્ય થાય છે, અર્થાત આ બન્ને જાતના ભેગે અસાર છે, એ વસ્તુ તેને ખ્યાલમાં આવે છે અને તેથી તેના પરની આસક્તિ ઉડી જાય છે.