________________
૮૬
| [ શ્રી વર-વચનામૃત તેને હેય તત્વ કહેવામાં આવે છે, અને જે કંઈ આદરવા ગ્ય છે, તેને ઉપાદેય તત્વ કહેવામાં આવે છે.
આ ત્રણ તત્વોના વિસ્તાર રૂપે નવ તત્તની યેજના છે. સેય તત્વના બે ભાગ છે. જીવ અને અજવા. આ બંને તરોને પરિચય આગળ આવી ગયો છે. હેય તવના ત્રણ વિભાગો છે: આસ્રવ, બંધ અને પાપ. જેનાથી કર્મો આત્મપ્રદેશ ભણી ખેંચાય તે આસ્રવ, જેનાથી કર્મો આત્મપ્રદેશ સાથે ઓતપ્રેત થાય તે બંધ અને જેનાથી આત્માને અશુભ ફળ ભેગવવું પડે તે પાપ. ઉપાદેય તત્વના ચાર વિભાગે છેઃ સંવર, નિર્જર, મેક્ષ અને પુણ્ય. આમ્રવને અટકાવનારી કિયા તે સંવર, આત્મપ્રદેશની સાથે ઓતપ્રેત થયેલા કર્મોનું અલ્પ કે બહુવશે ખરી જવું તે નિર્જરા, સકલ કર્મોને ક્ષય થે તે મોક્ષ, અને શુભફળ આપનારું કર્મ તે પુણ્ય. તેમાં પુણ્ય કચિત્ ઉપાદેય છે, કારણકે તેનાથી સત્ સાધનેની પ્રાપ્તિ થાય છે, પણ મેક્ષમાં જવા માટે તેને ક્ષય કરે પડે છે.
નવતત્વ–પ્રકરણ તથા સટીક કર્મગ્રંથોમાં આ નવત સંબંધી ઉપયોગી માહિતી આપેલી છે. અને અમેએ જૈન ધર્મ-દર્શન” નામના બૃહદ્ ગ્રંથમાં આ વિષય પર વૈજ્ઞાનિક તુલના સાથે ઘણું વિવેચન કરેલું છે.
तहियाणं तु भावाणं, सब्भावे उवएसेणं । भावेण सहतस्स, सम्मत्तं तं वियाहियं ॥ ६ ॥
[ ઉત્તઅ૨૮, ગા. ૧૫ ]