________________
મેક્ષમાર્ગ ]
સ્વભાવથી કે ઉપદેશથી આ તના યથાર્થ સ્વરૂપની ભાવપૂર્વક શ્રદ્ધા કરવી, એને સમ્યગદર્શન કહેલું છે.
વિસમ્યગદર્શન એટલે તેના યથાર્થ સ્વરૂપની ભાવપૂર્વક શ્રદ્ધા. તે સ્વભાવથી એટલે નસગિક રીતે અને ઉપદેશથી એટલે ગુરુજનના વ્યાખ્યાનાદિ શ્રવણ કરવાથી એમ બે પ્રકારે થાય છે. શ્રી ઉમાસ્વાતિ વાચકે તત્વાર્થીધિગમસૂત્રના પ્રથમ અધ્યાયમાં “તાશ્રદ્ધા સભ્યT
' અને “ન્નિધિરામદ્ વા ” આ બે સૂત્રવડે તેની સ્પષ્ટતા કરી છે.
परमत्थसंथवो वा, सुदिठ्ठपरमत्थसेवणा वा वि । वावनकुदसणवज्जणा य सम्मत्तसद्दहणा ॥ ७ ॥
[ ઉત્તઅ૦ ૨૮, ગા. ૨૮ ]. પરમાર્થ સંસ્તવ, પરમાર્થાતૃસેવન, વ્યાપન્ન દર્શનીને ત્યાગ અને કુદર્શનીને ત્યાગ, એ સમ્ય દર્શનને લગતા શ્રદ્ધાનાં ચાર અંગે છે.
વિ૮ પરમાર્થસંસ્તવ એટલે તત્ત્વની વિચારણા, ત અંગે ચિંતન-પરિશીલન.
પરમાર્થજ્ઞાતૃસેવન એટલે તત્વને જાણનાર ગીતાર્થ ગુરુઓના ચરણની સેવા.
વ્યાપન્ન દર્શનીને ત્યાગ એટલે કે એક વાર સમ્યકત્વથી યુક્ત હોય, પણ કોઈ કારણે તેમાંથી ભ્રષ્ટ થયેલ હોય તેનાથી દૂર રહેવું.
કુદર્શનીને ત્યાગ એટલે મિથ્યા દર્શનની માન્યતા